આવી ટેવો ન પાડશો, નહીતો કિડની થઈ જશે ફેલ.

Health

મિત્રો, કિડની મતલબ મૂત્રપિંડ જેનું આપણા શરીરમાં ખૂબ જ મહત્વ હોય છે. કિડની આપણા શરીરના ઝેરીલા પદાર્થોને સાફ કરવામાં મદદ કરે છે. આટલા મહત્વપૂર્ણ અંગને કેટલાક લોકો જાણતા-અજાણતા પોતાની ખરાબ ટેવોના કારણે પોતાની કિડનીને ખૂબ જ નુકસાન પહોંચાડે છે. આજે આપણે એવી કેટલીક ખરાબ આદતો વિશે જાણીશું જેને આપણે તરત જ છોડી દેવી જોઈએ જેથી આપણે એક અમૂલ્ય કિડનીને નુકસાન ન થાય અને પછી દવાખાનાના ધક્કા ન ખાવા પડે. પાણી ઓછું પીવું સૌથી પહેલી આપણી ખરાબ આદત છે.

ઓછું પાણી પીવાથી કિડનીને નુકસાન થાય છે કારણ કે ઓછું પાણી પીવાથી મૂત્ર માર્ગમાં સંક્રમણનું સંકટ વધી જાય છે. આ ઉપરાંત ઓછું પાણી પીવાથી કિડનીમાં પથરીની સમસ્યા પણ થવાની સંભાવના વધી જાય છે. જેથી દિવસના આઠથી દસ ગ્લાસ પાણી અવશ્ય પીવું જોઈએ. વધુ પ્રમાણમાં મીઠું ખાવું એ આપણી બીજી ખરાબ આદત છે. મીઠામાં સોડિયમ વધુ પ્રમાણમાં જોવા મળે છે. શ્રુતિનું જરૂર કરતાં વધુ સેવન કરવામાં આવે તો કિડની માટે ખતરનાક સાબિત થઈ શકે છે. આપણી બીજી ખતરનાક કેમ છે કે નાની-નાની સમસ્યાઓમાં પણ પેઈનકિલર દવાઓનો ઉપયોગ કરવો.

અનેક લોકોને ટેવ હોય છે કે ડોક્ટરની સલાહ વગર લોકો સીધા મેડિકલ સ્ટોર પરથી માથાનો દુખાવો, પેટનો દુખાવો થતાં દવા લઈને ખાઈ લે છે. પરંતુ શું તમે જાણો છો કે તમારું આવું કરવું તમારી કિડની માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. હંમેશા ડોક્ટરની સલાહ લઈને જ કોઈ પણ દવાનુ સેવન કરો. સિગરેટ કે તમાકુનું સેવન કરવાથી પણ શરીરમાં ટોક્સીસ જમા થવા લાગે છે જેનાથી કિડની ડૅમેજ થવા લાગે છે. તમાકુના અને સિગરેટ ના વધુ પડતા સેવનથી બ્લડપ્રેશર વધવા લાગે છે જેની અસર પણ કિડની પર પડે છે.

ઘણા લોકોની પેશાબને રોકી રાખવાની એક ભયંકર ખરાબ હોય છે. ઘણીવાર એવું બને છે કે લોકો આળસના કારણે અથવા તો કોઈ અન્ય કારણોસર મોડે સુધી પેશાબ રોકી રાખે છે. આવું કરવાથી કીડનીને ભારે નુકશાન પહોંચે છે. કિડની ઉપર દબાણ વધી જતાં કિડની ફેઇલ થવાની સંભાવનાઓ પણ વધી જાય છે. આ કેટલીક ખરાબ આદતો આપણા શરીરના મૂલ્યવાન અંગ મૂત્રપિંડ એટલે કે કિડનીને ભયંકર રીતે નુકસાન પહોંચાડી શકે છે ભવિષ્યમાં કિડની ફેઇલ થવાની સંભાવના વધી જાય છે. તો જો આમાંથી આપણે કોઈપણ આદત હોય તો તરત જ આ આદતોને છોડી દેવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *