શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું છે,સમય ગમે તેટલો ખરાબ હોય આ 2 વાતો હંમેશા યાદ રાખવી.

Astrology

મિત્રો, શ્રીકૃષ્ણ ભગવાને મહાભારત યુદ્ધ વખતે અર્જુનને ભગવદગીતા રૂપે જિંદગીનું ભાથું આપ્યું હતું. શ્રીકૃષ્ણ ભગવાને મનુષ્યને શું કરવું અને શું નકરવું તમામ જ્ઞાન આપ્યું છે. કેવી પરિસ્થિતિમાં કયા કાર્યો કરવા અને કેવા કાર્યો ન કરવા જોઈએ તે તમામ જ્ઞાન કૃષ્ણ ભગવાને આપણને આપ્યું છે. જો આપણે એ જ્ઞાનનો ઉપયોગ કરીશું તો જિંદગીમાં ભલે ગમે તેવી ખરાબ પરિસ્થિતિ હશે તોપણ આપણું મન વિચલિત નહીં થાય.

કૃષ્ણ ભગવાને કહ્યું છે જીવનમાં સમય ભલે ગમે તેટલો ખરાબ હોય પોતાના સ્નેહીજનો નો સાથ ખૂબ જ અગત્યનો હોય છે. પોતાના સ્નેહીજનોના સાથથી સુખ હોય તો વધે છે અને જો જીવનમાં દુઃખ હોય તો તે વહેંચાઈ જાય છે. સ્વજનો સાથે સમય ક્યારે વિતી જાય છે તેની ખબર પણ પડતી નથી. સ્વજનોનુ મૂલ્ય ત્યારે સમજાય જ્યારે તમને એવી જગ્યા પર રાખવામાં આવી જ્યાં તમારું કોઈ સંબંધી ન હોય, તમારું કોઈ પોતાનું ના હોય આવી પરિસ્થિતિમાં એક એક ક્ષણ લાંબી લાગવા લાગે છે.

આ ક્ષણ આપણને ત્યાં સુધી લાંબી લાગશે ત્યાં સુધી આપણે કોઈને પોતાના ન બનાવી લઈએ. આપણા મનમાં એક પ્રશ્ન થાય છે કે આ દુનિયામાં આપણું પોતાનું કોણ છે? શું એ સંબંધી આપણા છે જેના સાથે આપણે લોહીના સંબંધથી જોડાયેલા છીએ? શું એ મિત્ર કે જેની સાથે આપણે બાળપણથી જોડાયેલા છીએ? કે પછી તે સહકર્મીઓ જેની સાથે તમે કામ કરો છો? આમાંથી પોતાનું કોણ?

કૃષ્ણ ભગવાને કહ્યું છે આમાંથી કોઈ પોતાનું નથી. પોતાનું એને જ કહેવાય જે વિપત્તિના સમયમાં કામ આવે. પોતાનાની પરખ સમયની કસોટી પર થાય છે. કૃષ્ણ ભગવાને કહ્યું છે પોતાના લોકો સાથે સમયની ખબર નથી પડતી પરંતુ સમયની સાથે પોતાના લોકોની અવશ્ય ખબર પડી જાય છે. અને ગમે તેટલા ખરાબ સમયમાં જે તમારી સાથે ઉભા રહે એ જ તમારા પોતાના એવા લોકોનો સાથ કદાપિ ન છોડતા. પ્રેમથી બોલો,”રાધે રાધે”.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *