શાસ્ત્ર પ્રમાણે ગાયત્રી મંત્ર વેદોમાં સર્વશ્રેષ્ઠ મંત્ર ગણવામાં આવ્યો છે. જે પણ આ મંત્રનો જાપ કરે છે તેને મનગમતા ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે. તેથી જ લોકો ઘણી આસ્થા સાથે આ મંત્રનો જાપ કરે છે. પણ આ મંત્રનો જાપ ગમે ત્યારે ન કરતા ફક્ત ત્રણ સમયએ જ કરવો જોઈએ. એમ કહેવાય છે કે આ મંત્રના જાપથી મનુષ્યને અનેક પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે.
નાનપણથી જ આપણે બધાંને આ મંત્ર શીખવાડવામાં આવતો હોય છે. તેથી દરેક ને ગાયત્રી મંત્ર તો યાદ હોય જ છે. તો ચાલો જાણીયે આ મંત્ર પાછળના રહસ્ય વિશે. હકીકતમાં ગાયત્રી માતા વેદમાતા તરીકે ઓળખાય છે. તેથી જ શાસ્ત્ર પ્રમાણે ગાયત્રી મંત્રને વેદોનો સૌથી સર્વશ્રેષ્ઠ મંત્ર મમણવામાં આવે છે. જે આ મંત્રનો જાપ કરે છે તેને ઘણા ફળની પ્રાપ્તિ થાય છે.
તો ચાલો જાણીયે મંત્રજાપના ફળ વિશે. આ મંત્રમાં બધા જ પાપોનો નાશ કરે છે. મંત્રના ઉચ્ચાર માત્રથી જીવનમાં ખુશીઓનું શરૂઆત થાય છે. આ મંત્રના જાપથી શરીરમાં રોગ આવતો નથી, તથા યશ, પ્રસિદ્ધિ તેમજ ધનની પ્રાપ્તિ થાય છે. આ મંત્રનો જાપ સૂર્યોદયએ કરવો જોઈએ. એમ કહેવાય છે કે પ્રાતઃકાળમાં સૂર્યોદય પૂર્વે ગાયત્રી મંત્રના જાપ કરવો જોઈએ. તેમજ સૂર્યોદય થઈ ગયા બાદ સુધી ગાયત્રી મંત્રનો જાપ ચાલુ રાખવા જોઈએ.
ત્યારબાદ ગાયત્રી મંત્રના જાપનો બીજો શ્રેષ્ઠ સમય મધ્યાહનનો છે. એટલે બપોરના સમયે પણ ગાયત્રી મંત્રનો જાપ કરી શકાય છે. ગાયત્રી મંત્રના જાપ માટે ત્રીજો શ્રેષ્ઠ સમય સાંજનો છે.