હવે તો સાઇન્સએ પણ સ્વીકારી લીધું કે બીટ અને લસણ હાઈબ્લડ પ્રેશરને મટાડી શકે છે.

Health

હ્વદયની બીમારીવાળા દર્દીઓને હાઇ બ્લડપ્રેશરનો ખતરો બઉ હોય છે. એમ તો એવું કહેવાય છે કે લસણ તથા બીટ બ્લડપ્રેશરને કાબુમાં રાખે છે, આ ઉપરાંત આયુર્વેદમાં પણ લસણને હ્વદય માટે ખુબ જ અગત્યનું માનવામાં આવ્યું છે. બ્રિટનના તબીબ વડે જે પ્રયોગ કરવામાં આવ્યા હતા તેમાં બ્લડપ્રેશરની સમસ્યાવાળા કુલ ૨૮ લોકોની પસંદગી કરવામાં આવી હતી જેમાં સૌથી વધુ બ્લડપ્રેશર ૧૩૦MM કરતા પણ વધારે હતું. જોકે કોઈ પણ યુવાનનું બ્લડપ્રેશર ૧૨૦ હોવું જ જોઈએ.

આ બધા જ વોલ્ન્ટિયર્સને ૩ સમૂહમાં વહેંચાયેલા હતા. પહેલા અઠવાડિયા સુધી વોલેન્ટીયર્સને રોજ લસણની બે કળીઓ ખવડાવામાં આવતી હતી, તથા બીજા ગુ્પને તરબૂચ આપવામાં આવ્યું. જયારે ત્રીજા ગુ્પને બે બીટ ખવડાવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા તથા ત્રીજા અઠવાડિયે આ બધા જ ગુ્પને જે ચીજ ખોરાકની રીતે આપવામાં આવતી હતી તેની અરસ પરસ કરી દેવામાં આવી. આમ નિયમિત રીતે લસણ તથા બીટ ખાવાથી હાઇ બ્લડપ્રેશરનું પ્રમાણ ઘટતું જોવા મળ્યું હતું.

લોહીની જે નળીઓ પહોળી થાય છે જેના લીધે સરળતાથી લોહી નળીમાં વહી શકે છે. આ ટેસ્ટનું પરીણામ તૈયાર કરવા માટે બ્લડ પ્રેશરને સવારે તથા સાંજે એમ બે વખત માપવામાં આવતું. દર વખતે ત્રણ આંકડાઓ લીધા બાદ તેની સરેરાશ નીકળવામાં આવતી. આ પ્રયોગમાં એવરેજ બ્લડપ્રેશર ૧૩૩.૬MM હતું. બીટ ખાધેલા લોકોનું બ્લડપ્રેશર ૧૨૮.૭MM જોવા મળ્યું હતું જયારે લસણ ખાધેલા લોકોનું ૧૨૯.૩MM જોવા મળ્યું હતું.

અને પરથી જાણવા મળ્યું કે નિયમિતપણે લસણ તથા બીટ ખાવાથી બ્લડપ્રેશર કંટ્રોલ માં રહે છે તથા ઘટવામાં મદદ મળે છે.

લસણને જેમ વધુ પીસવામાં આવે તેટલું તેમાંથી વધુ એસિલિન નિકળે છે, પીસ્યા પછી લસણને સૂપમાં અથવા શાકભાજીની ઉપર નાખીને ખાવાથી પણ ઘણા ફાયદા થાય છે. ટોસ્ટ તથા મશરુમ જેવી ખાવાની વસ્તુઓમાં ચીજોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *