સત્યનારાયણ ભગવાનની કથામાં આવા 3 લોકોને ભૂલથી પણ ન બોલાવતા, નહીતો કથાનું કોઈ જ ફળ નહીં મળે.

Astrology

મિત્રો, ઘરની સુખ શાંતિ માટે આપણે સૌ સત્યનારાયણ ભગવાનની કથા રાખીએ છીએ. ઘરમાં સુખ-સમૃદ્ધિ બની રહે તે માટે ઘરમાં સત્યનારાયણ ભગવાનની પૂજા અવશ્ય કરવી જોઈએ. જે ઘરમાં ભગવાનની પૂજા-અર્ચના ન થતી હોય તે ઘરમાં સુખ-સમૃદ્ધિ કદાપિ ટકતી નથી. ગમે તેટલું સુખ અને ઐશ્વર્ય સંપત્તિ હોય પરંતુ આપણા ઇષ્ટદેવ ભગવાનની પૂજા અર્ચના કર્યા વિના મનની શાંતિ નો અનુભવ થતો નથી. સત્યનારાયણ ભગવાનની પૂજા અને કથા કરવાથી ઘરનું વાતાવરણ સકારાત્મક અને પવિત્ર બને છે.

ઘરમાં સુખ શાંતિ અને ધન વૈભવ માટે ભગવાન સત્યનારાયણની કથા કરવાથી ખૂબ જ લાભ પ્રાપ્ત થતો હોય છે. કહેવાય છે કે સત્યનારાયણ ભગવાનની પૂજા કરવાથી હંમેશા ઘરમાં સકારાત્મક બદલાવ જોવા મળે છે. ઘરમાં સત્યનારાયણ ભગવાનની કથા કરતા પહેલા કેટલીક વિશેષ બાબતોનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. સત્યનારાયણ ભગવાનની કથા વખતે આપણે ઘણા લોકોને આમંત્રણ આપીએ છીએ પરંતુ ઘણીવાર આ કથામાં એવા લોકો સામેલ થઈ જાય છે જેના કારણે આપણને આ કથાનું ફળ મળતું નથી.

આજે આપણે એવા લોકો વિશે જાણીશું જેમણે સત્યનારાયણ ભગવાનની કથામાં ભૂલથી પણ ન બોલાવવા જોઈએ. સૌથી પહેલા તો નશામાં ધૂત કોઈ પણ માણસને સત્યનારાયણ ભગવાનની કથામાં ન બોલાવવો જોઇએ. એવું માનવામાં આવે છે કે મદિરાપાન કરવા વાળા વ્યક્તિ કદી પણ સત્યનારાયણ ભગવાનની કથામાં ન આવે. હિન્દુ ધર્મમાં એ પણ માનવામાં આવે છે કે જ્યારે કોઇ મહિલા માસિક ધર્મમાં હોય છે ત્યારે તેને ભગવાનનો પૂજાપાઠ ન કરવો જોઈએ. માસિક ધર્મ વખતે તે મહિલાએ સત્યનારાયણ ભગવાનની કથામાં ન જવું જોઈએ.

ભગવાન સત્યનારાયણની કથામાં એવી વ્યક્તિઓને પણ ન બોલાવવા જોઈએ કે જેઓ હંમેશા બીજાનું ધ્યાન ભટકાવવાનું કામ કરે છે. સત્યનારાયણની કથામાં એવા લોકોને જ બોલાવવા જોઈએ જે શ્રદ્ધાથી અને શાંતિપૂર્વક કથાને સાંભળે પરંતુ એવા લોકોને કદાપિ ન બોલાવવા જોઈએ જે કથામાં આવીને અહીંની વાત તો ત્યાં અને ત્યાંની વાતો અહીંયા એટલે કે કથા માં બેસીને નિંદા કરવાનું કામ કરતા હોય એવા લોકોને પણ કદાપિ ન બોલાવવા જોઈએ. તો મિત્રો આવા લોકોને ખૂબ જ પવિત્ર એવી સત્યનારાયણ ભગવાનની કથામાં ન સામેલ થવું જોઈએ. જય સતનારાયણ ભગવાન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *