હાર્ટ અટેક:આ 4 લક્ષણો સાથે અનુભવો તો એક પણ મિનિટની રાહ જોયા વગર ડોક્ટર પાસે દોડો, જીવ બચી જશે.

Health

મિત્રો, માણસ આજકાલ નવા-નવા રોગોનો સામનો કરી રહ્યો છે. માણસની આજની આધુનિક જીવનશૈલી અને રસાયણ તથા કેમિકલયુક્ત ખાનપાન, તૈયાર ફાસ્ટ ફૂડ આપણા શરીરને અંદરથી કોરીને ખાઈ રહ્યા છે. ભારતમાં હાર્ટ અટેક દ્વારા અસંખ્ય લોકો પોતાના જીવ ગુમાવ્યા છે. તમારા પણ કોઈના કોઈ સ્વજને હાર્ટ અટેક દ્વારા પોતાનો જીવ ગુમાવ્યો હશે આ એક વાતની સાબિતી છે કે આ હૃદય રોગ કેટલા વ્યાપમાં ફેલાયેલો છે.

હાર્ટ અટેક અચાનક જ નથી આવતું. હાર્ટ અટેક ની શરૂઆતમાં તે શરીરને ઘણા બધા એવા લક્ષણો આપે છે. પરંતુ આપણે આપણા જીવનમાં એટલા બધા વ્યસ્ત બની ગયા છીએ કે આ લક્ષણોને ધ્યાનમાં લેતા નથી. કહેવાય છે કે પહેલું સુખ તે જાતે નર્યા. એટલે કે જેનું શરીર સ્વસ્થ તેનું જીવન સ્વસ્થ બને છે. હાર્ટ અટેકના પહેલા લક્ષણોમાં છાતીમાં દુખાવો થવો અને, ડાબો હાથ દુખવા લાગે છે. મોટાભાગના લોકો એને સ્નાયુનો દુખાવો કહીને તેના પર ધ્યાન જ આપતા નથી. આ તો સામાન્ય સ્નાયુનો દુખાવો છે એમ કહીને આ લક્ષણને નજર અંદાજ કરે છે.

હાર્ટ અટેક વખતે પેટમાં ભરાવો લાગે છે અને ગભરામણ જેવો અનુભવ પણ થાય છે અને છાતીમાં દબાણ થાય છે. પરંતુ મોટાભાગના લોકો પેટમાં ગેસ થઈ ગયો છે એવું કહીને આ સમસ્યા સામે બીજા બધા ઉપચારો કરવા લાગે છે. ગભરામણ સાથે છાતીમાં દુખાવો થતો હોય ત્યારે પણ લોકો પેટમાં ગેસ ભરાઈ ગયો છે એવું માનીને ડોક્ટર પાસે જવાનું ટાળી દેતા હોય છે. હાર્ટ અટેક પહેલા માથું ભારે લાગવા લાગે છે ત્યારે પણ લોકો માથાની ગોળી ગળીને આતો ખાલી માથું ચડ્યું હતું એમ કહેતા હોય છે અને હાર્ટ અટેકના આ લક્ષણને સમજી શકતા નથી.

હાર્ટ અટેક પહેલા ઘણીવાર લોકોને ચક્કર અને ઉલટી પણ થતી હોય છે. છતાં પણ લોકો આ ગંભીર લક્ષણને ઓળખી શકતા નથી અને ડોક્ટરની સલાહ લેવાનું ટાળે છે. હાર્ટ અટેક ના થોડા સમય પહેલાં છાતીમાં બળતરા પણ અનુભવાય છે જ્યારે પણ લોકો એસીડીટીની દવા લઈને ડોક્ટરને બતાવવાનું ટાળતા હોય છે. છાતીમાં ડાબી બાજુએ કંઈક ખૂંચતું હોય એવો અનુભવ પણ હાર્ટ અટેકનુ એક લક્ષણ છે.

મિત્રો, આ લક્ષણો માંથી બે કે ત્રણ લક્ષણો જો એકીસાથે તમને અનુભવ થાય તો એક પણ મિનિટની રાહ જોયા વગર તરત જ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ આવશ્યક છે. કારણ કે આ બધા લક્ષણો આપણને દેખાતી એક લાલ બત્તી સમાન છે પરંતુ આપણે આપણી વ્યસ્ત જીવનશૈલી અને બેકાળજીને લીધે તેને અવગણીએ છીએ. હાર્ટ અટેક આવ્યા પછી જીવન બચાવવાનો આપણને સમય મળતો નથી. પરંતુ હાર્ટ અટેક આવ્યાના ઘણા કલાકો પહેલા દેખાતા આ લક્ષણોને સામાન્ય સમજીને તેની અવગણના કરશો નહીં. આ લક્ષણોને ઓળખી તરત જ તેનું નિદાન કરાવો. આપણી એક નાની બેદરકારી આપણા અને આપણા પરિવાર ઉપર આફતનો ટોપલો લઈને આવી શકે છે. મિત્રો અમારી માહિતી જો પસંદ આવી હોય તો તેને વધુ ને વધુ લોકો સુધી જ શેર કરશો જેથી ઘણા બધા લોકોના જીવ બચી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *