દરેક સ્ત્રીએ સીતા માતાના આ 5 ગુણો અવશ્ય પોતાના જીવનમાં ઉતારવા જોઈએ, જીવન સ્વર્ગથી પણ સુંદર બની જશે.

Astrology

મિત્રો, દેવી સીતા જેને આપણે માતા સીતા તરીકે ઓળખીએ છીએ. માતા સીતાના પાંચ ગુણો દરેક સ્ત્રીએ પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. સીતામાતામાં પ્રશ્ન પૂછવાનો એક ઉત્તમ ગુણ હતો. માતાસીતા જ્યારે નાના હતા ત્યારે ખૂબ જ જિજ્ઞાસુ હતા. તેઓ પોતાના ગુરુઓ અને દરેક ને ખુબ જ સવાલો કરતા હતા. જેનાથી એ ખબર પડે છે કે માતા સીતાને નવું નવું શીખવાની અને જ્ઞાન અરજી કરવાની ખૂબ જ સારી ટેવ હતી. પરંતુ આજના લોકો અને સ્ત્રીઓ સવાલ પૂછવામાં પણ ડર અનુભવે છે.

સાદગી એ માતા સીતાનો ખૂબ જ મહત્વનો ગુણ હતો. આપણે સૌ જાણીએ છીએ કે માતા સીતા જનક રાજાના સૌથી મોટા દીકરી હતા. અને મિથિલા દેશની સૌથી મોટી અને સૌથી પ્રિય રાજકુમારી હતા છતાં સીતામાતાને મોંઘા કપડા, મોંઘા ઘરેણા , અતિ શૃંગાર વગેરેનો શોખ બિલકુલ ન હતો. માતા સીતાએ પોતાના જ્ઞાન અને સાદગી વડે જ લોકોનું દિલ જીત્યું હતું. અયોધ્યા ની મહારાણી હોવા છતાં સીતામાતાએ પોતાનું સંપૂર્ણ જીવન સાદા કપડા અને મોંઘા ઘરેણા પહેર્યા વગર જ વિતાવ્યું હતું. તેમની સાદગી તેમની સુંદરતા હતી. આજની મહિલાઓએ પણ સીતા માતા પાસેથી શીખવું જોઈએ કે સાદગી જ સુંદરતા છે.

પતિવ્રતા એ માતા પિતા નો ત્રીજો મોટો ગુણ છે. ભગવાન રામ સાથે લગ્ન કર્યા બાદ રામ સાથે સીતા માતાને પણ વનવાસ જવું પડ્યું. તું માતા સીતા ઈચ્છતતો આરામથી અયોધ્યામાં રહી શક્યા હોત. બે તેમને તેમના પતિ ભગવાન રામ સાથે જંગલમાં જવાનું પસંદ કર્યું. રાવણ જ્યારે માતા સીતાને પોતાની સાથે ઉપાડી ગયો અને લંકાની રાણી બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો. માતા સીતાએ તેમના પ્રસ્તાવને ઠોકર મારીને તેરા ઘમંડને તોડી દીધો. માતાસીતા પોતાનું પત્ની ધર્મ નિભાવી ને પોતાના પતિ શ્રીરામ ની રાહ જોવા લાગી. દુનિયાના દરેક સુખનું લાલચ આપવા છતાં માતાસીતા માન્યા નહીં. માતાસીતા એક પતિવ્રતા સ્ત્રી હતા. માતા સીતાના આ ગુણ પરથી આપણે મનુષ્યોને એક શીખ મળે છે કે ભલે આપણે માતા સીતા જેટલા મહાન ના બની શકીએ પરંતુ ઓછામાં ઓછું આપણે આપણા જીવનસાથી પ્રત્યે વફાદાર તો રહી જ શકીએ છીએ. જીવન સાથીનો વિશ્વાસ કદી ન તોડો.

માતા સીતારામ ના ચોથા અને પાંચમા ગુણ છે ધૈર્ય અને ઇચ્છાશક્તિ. ઇતિહાસ સાક્ષી છે કે માતા સીતામા કેટલો ધૈર્ય અને ઈચ્છા શક્તિ હતી. માતા સીતાએ કદી પણ સંજોગો સામે હાર માની નથી. રાવણ જ્યારે માતા સીતાને પોતાની સાથે લંકા લઈ ગયો ત્યારે 365 દિવસ તેમને એક ઝાડ નીચે રહેવું પડ્યું હતું. ઠંડી હોય કે વરસાદ હોય દરેક મોસમમાં માતા સીતાએ દુઃખ સહન કર્યું છતાં તેમણે રાવણની એક પણ વાત માની નહીં. એટલું જ નહીં પણ માતા સીતા જ્યારે લંકા થી અયોધ્યા પાછા આવ્યા અને અયોધ્યાની પ્રજા એ જ્યારે તેમની પવિત્રતા પર સવાલો ઉઠાવ્યા ત્યારે દેવી સીતા એ પોતાના હૃદય પર પથ્થર મૂકીને પોતાની જાતને પોતાના પરિવાર અને પોતાના પ્રિય પતિથી અલગ કરી દીધી તેનાથી ખબર પડે છે કે માતા સીતા માં કેટલું ધૈર્ય અને ઇચ્છાશક્તિ હતી.

આજના સમયમાં લોકોમાં ધૈર્ય ખૂબ જ ઓછું હોય છે તેના કારણે ઘરમાં ઝઘડા થતા રહે છે. સંસારની દરેક સ્ત્રીએ દેવી સીતા માંથી આ ગુણો અવશ્ય પોતાના જીવનમાં ઉતારવા જોઈએ. તમે તો ઇચ્છા હોય કે તમારું જીવન સરળ બને અને લોકો તમારું માન રાખે પોતાની જાતને ધૈર્યવાન બનાવો અને પોતાની ઇચ્છા શક્તિ અને દેવી સીતા માંથી પ્રેરણા લઈને પોતાના જીવનને સુંદર બનાવો. માતા સીતા ની જેમ જીવનમાં એવા કામ કરો કે જેનાથી માતા-પિતાને તમારા પર ગર્વ થાય. પોતાનું જીવન એવું બનાવો એ લોકો તમારું જીવન જોઈને તમારા જેવા બનવાનો પ્રયત્ન કરે. માતા સીતાના આ ગુણોને પોતાના ઘરમાં માતા, દીકરી, બહેન પત્નીને અવશ્ય સંભળાવો જેથી માતા સીતાના આ ગુણો તેમનું જીવન વધુ સારું અને સફળ બને. જય શ્રી રામ. જય માતા સીતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *