ઘણા લોકો મહાભારતના યુદ્ધ માટે દ્રૌપદી ને જવાબદાર ગણાવતા હોય છે. અને તેમના પર આરોપ મુકતા હોય છે. પણ દ્રૌપદી એ સ્ત્રી હતા જેઓ એ સમયમાં સ્ત્રીઓના સન્માન માટે લડ્યા હતા. અને તેમાં વિજયી પણ બન્યા હતા. એમ કહેવામાં આવે છે કે રોજ સવારે કરવામાં આવતું ‘પંચસતી’ઓનું સ્મરણ કરવાથી મહાપાતકોનો નાશ થાય છે.
એવું કહેવામાં આવે છે કે જળ ત્યાં સ્થળ અને સ્થળ ત્યાં જળ તેવી ઈન્દ્રપ્રસ્થની માયાની સૃષ્ટિમાં દુર્યોધન ભ્રમિત થયો હતો. ત્યારબાદ ત્યાં જળ ભરેલાં કુંડની અંદર ખાબક્યો હતો. તે સમયે દ્રૌપદીએ અટ્ટહાસ્ય કરીને દુર્યોધનને એક “આંધળાનો પુત્ર આંધળો” કહ્યો હતો. આ બનાવ બાદ મહાભારત યુદ્ધની શરૂઆત થઇ ગઈ હતી. આ ઉપરાંત વેદવ્યાસ રચિત મહાભારતના સભાપર્વમાં પણ જણાવવામાં આવ્યું છે કે ઈન્દ્રપ્રસ્થ વડે ભ્રમિત થયેલો દુર્યોધન જળમાં પડ્યો હતો. તેની આવી સ્થિતિ જોઈને ભીમસેન, અર્જુન, નકુળ તથા સહદેવ હસી પડ્યા હતા.
આ ઘટનામાં દ્રૌપદીના હસવાનો અથવા દુર્યોધનને અપશબ્દ બોલવાનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો. હકીકતમાં રાજસુય યજ્ઞના સમયે ઈન્દ્રપ્રસ્થની ભવ્યતા તથા પાંડવોનું સુખ દુર્યોધનને જરા પણ ગમ્યું નહતું. તેથી તે સમયે તેને નક્કી કરી લીધું કે તે પાંડવો પાસેથી બધી જ ‘સંપત્તિ’ તથા સ્વયં ‘દ્રૌપદી’ને પડાવી લેશે.
મિત્રો મહાભારતમાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે તે સમયમાં દ્રૌપદી જેવી સુંદર સ્ત્રી આખી પૃથ્વી પર કોઈ હતી નહિ તેથી જ અનેક ક્ષત્રિય યોદ્ધાઓ તેને મેળવવા માંગતા હતા. તેથી જ કૌરવોએ દ્યૂતક્રિડામાં કપટ કરીને આ તક ઝડપી લીધી. પરંતુ દ્રૌપદીનું ‘સતીત્વ’ હોવાના લીધે જ તેની રક્ષા કરવા માટે સ્વયં દ્વારિકાધીશ ગુપ્તપણે હસ્તિનાપુર પધાર્યા હતા અને દ્રૌપદીની સહાય કરી હતી.
મહાભારતના વનપર્વમાં જણાવવામાં આવ્યું છે કે ધર્મરાજાએ જ્યારે દ્રૌપદીને જે બની રહ્યું છે તે બધું જ સમય પર છોડી દેવાં માટે કહ્યું હતું, ત્યારે દ્રૌપદીએ પણ જણાવી દીધું હતું કે, હે ધર્મરાજ ! જો હિમાલય પર્વતને પણ રોજ ખાવામાં આવે તથા તેમાં વૃદ્ધિ ના થાય તો થોડાં દિવસમાં એ પણ પૂરો થઇ થઈ જાય છે. એટલા માટે જ એક સમજદાર માણસે કર્મ જરૂર કરવું જોઈએ. જે પોતાના નસીબ પર ભોરોસો રાખીને હાથ પર હાથ મુકીને બેસી રહે છે અને કર્મ ન કરીને આળસમય જીવન ગાળે છે, તે જળમાં ડૂબી ગયેલા કાચા ઘડાની જેમ ઓગળી જાય છે.
આ ઉપરાંત મિત્રો મહાભારતના ઉદ્યોગપર્વમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે જ્યારે કૌરવો સાથે યુદ્ધ કરવું જોઈએ કે સંધિ કરવી જોઈએ તે અંગે મંત્રણા ચાલી રહી હતી ત્યારે દ્રૌપદીએ શાસ્ત્રનો આધાર આપ્યો હતો અને શ્રી કૃષ્ણને કહ્યું હતું કે, “હે જનાર્દન, શાસ્ત્ર મુજબ દોષએ ‘અવધ્ય’નો વધ કરવામાં મંડે છે અને તે જ દોષ ‘વધ્ય’નો વધ ન પણ કરવામાં પણ લાગે છે. તેથી જ જો દુર્યોધન એક મુહૂર્ત પણ જીવતો રહે તો અર્જુનની ધનુર્ધરતા તથા ભીમસેનની આ બળવત્તાને હું ધિક્કારું છું.”
મિત્રો તેથી જ અંતે જયારે મહાભારતનું યુદ્ધ થયું અને તેમાં શું ઘટ્યું તે તો દરેક લોકો જાણે જ છે. પણ, આ યુદ્ધ કૌરવોના કર્મોનું જ એક પરિણામ હતું. દ્રૌપદીના જીદના કારણે નહતું.