મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી મૃતકનો દાહ સંસ્કાર કરવામાં આવે છે અને ત્યારબાદ દસ દિવસ સુધી પિંડદાન પણ કરવામાં આવે છે. શાસ્ત્રો મુજબ દાન કરવાથી જ મૃતકના બીજા જન્મ માટે શરીર તૈયાર થાય છે. આપણે સૌ જાણીએ છીએ કે હિંદુ ધર્મમાં મોટા ભાગના શ્રાદ્ધ કર્મ પુત્ર દ્વારા કરવામાં આવે છે. આજે આપણે જાણીશું કે પિતાના મૃત્યુ બાદ પુત્રનો ધર્મ શું હોય છે. ગરુડ પુરાણમાં ભગવાન વિષ્ણુએ કહ્યું છે કે તશકાત્ર વિધિ કરવાથી પુત્ર પિતૃઋણથી મુક્ત થઈ જાય છે. આ વિધિ કરતી વખતે પુત્ર પિતાના શોકનો ત્યાગ કરી દેવો પડે છે ત્યારબાદ સાત્વિક ભાવથી પિતાનું પિંડદાન વગેરે કરવું જોઈએ. આ વિધિ કરતી વખતે પુત્ર એ ધ્યાન રાખવું જોઈએ કે તેના આંખોમાંથી પાણીનું એક ટીંપુ પણ નીચે ન પડવું જોઈએ.
ગરુડ પુરાણમાં ગરુડે ભગવાન વિષ્ણુને પૂછ્યું કે જે મનુષ્યને પુત્ર ન હોય તો તેના મૃત્યુ બાદ આ વિધિ કોણ કરી શકે છે? ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું હતું, એ ગરુડ જો કોઈ મનુષ્ય અને પુત્ર ન હોય તો પુત્રના અભાવમાં પત્ની, પત્ની ન હોય તો પત્નીના અભાવમાં ભાઈ. અને આમાંથી કોઈ ના હોય તો બ્રાહ્મણ દ્વારા આ મૃત્યુ બાદની વિધિને પૂરી કરી શકાય છે. એના સિવાય પુત્રહીન વ્યક્તિના મૃત્યુ પછી મોટા કે નાના ભાઈના પુત્ર કે પૌત્ર દ્વારા મૃત્યુ બાદની તમામ વિધિઓ કરી શકાય છે.
ત્યારબાદ ભગવાન વિષ્ણુ પક્ષીરાજ ગરુડને કહે છે કે પિતાનું દશગાત્ર કર્મ પુત્રએ કરવુ જોઈએ. કારણ કે સૌથી મોટા પુત્રનું મૃત્યુ થઈ જાય તો અતિ સ્નેહ હોવા છતાં પિતા પોતાના પુત્રની દશગાત્ર ક્રિયા કરતા નથી. જ્યારે એક કરતા વધારે પુત્રો હોય તોપણ પિતાના મૃત્યુ બાદ ની તમામ વિધિ એક જ પુત્ર કરવી જોઈએ, અલગ-અલગ વિધિમાં અલગ-અલગ પુત્રે બેસવું જોઈએ નહીં. જો પુત્ર ના વચ્ચે પિતાની સંપત્તિ વહેંચી દીધી હોય તોપણ તમામ વિધિ ગમે તે એક જ પુત્રએ કરવી જોઈએ. મૃત્યુ બાદ પિતાની આત્માને મુક્તિ માટે કરવામાં આવતી વિધિ માટે પુત્રે એક સમય ભોજન કરવું જોઇએ, ભૂમિ પર ઊંઘવું જોઈએ તથા બ્રહ્મચર્યનું પાલન કરીને આ વિધિને પૂર્ણ કરવી જોઈએ.
જે પુત્ર પિતાના મૃત્યુ બાદ તેમના મોક્ષ માટે દસ દિવસ સુધી વિધિ કરે છે તેણે પૃથ્વીની સાત વાર પરિક્રમા કરવા જેટલું ફળ પ્રાપ્ત થાય છે. દસ દિવસની વિધિથી લઇને પિતાની વાર્ષિક શ્રાદ્ધકર્મ કરવાવાળા પુત્રને ગયાશ્રાદ્ધનું પુણ્ય પ્રાપ્ત થાય છે. વિધિ દરમિયાન પુત્રે નદી, તળાવ, બગીચો કોઈ મંદિરના પ્રાંગણમાં કોઈ પણ મંત્ર બોલ્યા વગર સ્નાન કરવું જોઈએ. વિધિના પહેલા દિવસે જે અન્ન માંથી પિંડ બનાવીને દાન કરવામાં આવે છે બાકીની તમામ વિધિઓમાં પણ એ જ અનાજનો ઉપયોગ કરીને પિંડદાન કરવું જોઈએ.
પછી દસમા દિવસે માંસથી પિંડદાન કરવું જોઈએ. પરંતુ આપણા શાસ્ત્રો મુજબ માંસથી પિંડદાન નિષેધ છે. જેથી ઘરના અન વડે પિંડદાન પ્રદાન કરવામાં આવે છે. દસમા દિવસે ચૌલક્રિયા ભાઈ-ભાંડુએ મુંડન કરાવવુ જોઈએ. ક્રિયા કરવા વાળા પુત્રે પણ ફરીથી મુંડન કરાવવુ જોઈએ. એના સિવાય પુત્રએ દસ દિવસ સુધી એક એક સાધુ સંત પુરુષોને મિષ્ટાન ખવડાવવું જોઈએ. અને હાથ જોડીને ભગવાન વિષ્ણુનું સ્મરણ કરીને પ્રેતની મુક્તિ માટે પ્રાર્થના કરવી જોઈએ. ત્યારબાદ ગાયમાતાને ભોજન આપીને જ પોતે ભોજન કરવું જોઇએ. પિતાના મૃત્યુ બાદ દ્વારા આ વિધિઓ કરવામાં આવે તો પિતાની આત્માને મુક્તિ પ્રાપ્ત થાય છે.