ઘરના મંદિરમાં આ 2 મૂર્તિઓ હોય ત્યાં પાણીની જેમ પૈસા વરસે છે.

Astrology

મિત્રો, ઘરનું મંદિર ઘરની સૌથી શ્રેષ્ઠ અને પવિત્ર જગ્યા છે કારણકે ત્યાં ભગવાન વાસ કરે છે. ઘરના મંદિરમાં આપણે ભગવાનની મૂર્તિઓની સ્થાપના કરીએ છીએ. જે પણ વ્યક્તિ ના ઘરના મંદિરમાં આ બે મૂર્તિઓ એક સાથે હોય તે ઘરનો રાજયોગ બને છે. જેમકે તો ઘરના મંદિરમાં ભગવાન શ્રીકૃષ્ણની મૂર્તિ કે ફોટો હોય તો તેમની સાથે રાધાજીની સ્થાપના અવશ્ય કરવી જોઈએ. કૃષ્ણ ભગવાન ની ડાબી બાજુએ રાધાજી ની સ્થાપના કરવી. જે ઘરમાં રાધા કૃષ્ણની એક સાથે બે મૂર્તિઓની સ્થાપના કરેલી હોય તે ઘરમાં કદી પણ ગૃહ ક્લેશ થતો નથી. ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગે છે.

આપણે સૌ આપણા ઘરમાં માતા લક્ષ્મીની પૂજા કરીએ છીએ. પરંતુ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા એકી સાથે કરવી જોઈએ કારણ કે જ્યા ભગવાન વિષ્ણુજીની પૂજા થાય છે ત્યાં જ માતા લક્ષ્મી નિવાસ કરે છે. તેથી ઘરના મંદિરમાં લક્ષ્મીનારાયણની સંયુક્ત પૂજા જો કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી ઘરમાં લક્ષ્મી માતાની કૃપાથી ધનની વર્ષા થશે. જો માતા લક્ષ્મી એકલાની તસ્વીર હોય તો તેમની ડાબી બાજુ ભગવાન શ્રી ગણેશ અને જમણી બાજુ કુબેર મહારાજની ફોટો કે મૂર્તિ અવશ્ય રાખવી જોઈએ.

જો ઘરના મંદિરમાં હનુમાન દાદાની મૂર્તિ કે ફોટો હોય તો તેમની સાથે ભગવાન શ્રી રામની મૂર્તિ કે ફોટો અવશ્ય રાખવી જોઈએ કારણકે હનુમાન દાદા ભગવાન શ્રીરામના અનન્ય ભક્ત છે. અને જે ભગવાન શ્રીરામની પૂજા થાય છે ત્યાં હનુમાન દાદા સ્વયં ત્યાં પ્રગટ થઈ જાય છે. તેની સાથે આપણે આપણા પૂજાઘરમાં શ્રી રામ દરબાર નો ફોટો કે મૂર્તિ પણ અવશ્ય રાખવી જોઈએ. તેનાથી તમને હનુમાનજીથી લઇ માતા સીતા, ભગવાન શ્રી રામ અને અન્ય બધા જ દેવી-દેવતાના આશીર્વાદનો લાભ પ્રાપ્ત થાય છે.

ઘરના મંદિરમાં એક જ સ્થાન પર ત્રિદેવની મૂર્તિ પણ અવશ્ય હોવી જોઈએ. માનવામાં આવે છે કે બ્રહ્મા વિષ્ણુ, મહેશ આ ત્રણે દેવોના એક સાથે દર્શન કરવાથી આપણા જીવનના મોટામાં મોટા વિઘ્નો અને મોટામાં મોટા કષ્ટ દૂર થઈ જાય છે. ઘરમાં રાધા કૃષ્ણનો ફોટો કે મૂર્તિ એવી રીતે રાખવી જોઈએ કે સવારે ઊઠતાની સાથે જ તેમના દર્શન થાય તો સમજી લેજો કે ઘરમાં ધન-સંપત્તિનો વરસાદ થશે અને ઘરમાં કોઈ પણ પ્રકારનું દુઃખ દર્દ રહેશે નહીં. ઘરના મંદિરમાં આપણે સૌ પૂજા-અર્ચના ખૂબ જ શ્રદ્ધાપૂર્વક કરીએ છીએ પરંતુ જ્યારે પણ ભગવાનની મૂર્તિની સ્થાપના કરો ત્યારે આ મૂર્તિઓની સ્થાપના સાથે કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *