મિત્રો,ઘણા લોકોની એ ફરિયાદ હોય છે કે તેમના દરેક કામ હંમેશા બગડી જાય છે. કોઈપણ કામ તેમની ઈચ્છા મુજબ થતું નથી. ઘરનો માહોલ પણ એટલું ખરાબ થઈ જાય છે કે પોતાના જ ઘરમાં એક અલગ જ બેચેની થવા લાગે છે. કોઈપણ કામમાં મન લાગતું નથી. ખરાબ વિચારો આવે છે અને મનમાં સતત ટેન્શન રહ્યા કરે છે. તો સવારે આ બે શબ્દો બોલવા થી આ બધી જ સમસ્યાઓ માંથી મુક્તિ મળી જશે.
આ બે શબ્દો બોલવાથી ભગવાન દેવોના દેવ મહાદેવની કૃપા તમારા પર થશે. કોઈપણ જાતના પૂજા પાઠ વગર તેનું તમને એટલું સારું ફળ મળશે કે તેની તમે કલ્પના પણ નહીં કરી શકો. ભોલેનાથ હંમેશા પોતાના ભક્તો પર કૃપા વરસાવે છે. કોઈપણ ઉંમરના વ્યક્તિ આ બે શબ્દો બોલી શકે છે. ઘરના બાળકો અને સ્ત્રીઓએ પણ આ ઉપાયને જરૂર કરવો જોઈએ. સ્નાન કર્યા વગર પણ આ બે શબ્દો બોલી શકાય છે.
જો કોઈ નવવધુ સ્ત્રી આ ઉપાય કરે છે અને દરરોજ સવારે આ બે શબ્દો બોલે છે તો તેને એક ઉત્તમ સંતાનનું સુખ પ્રાપ્ત થાય છે. વૈવાહિક જીવન પણ ખૂબ જ સારું થઈ જાય છે. વડીલો પોતાના સ્વાસ્થ્ય માટે અને વેપારી લોકો વેપારમાં વૃદ્ધિ કરવા માટે આ ઉપાય કરી શકે છે. નિશ્ચિત રૂપથી તમને ભોળાનાથની કૃપા અવશ્ય પ્રાપ્ત થશે.
સવારે ઉઠીને બે હાથ જોડીને તમારે ફક્ત આ બે શબ્દો બોલવાના છે. આ શબ્દો છે,”ૐ જૂં સ:”. આ એક લઘુ મહા મૃત્યુંજય મંત્ર છે. આ મંત્રના નિયમિત ઉચ્ચારણથી કુંડળીમાં પણ જો કોઇ દોષ હોય તો મહાદેવની કૃપાથી તે તમામ દોષોનું નિવારણ થઇ જશે. મહાદેવની એટલી કૃપા પ્રાપ્ત થશે કે કોઈપણ સમસ્યા તમારી સામે ટકી શકશે નહીં. મિત્રો સંપૂર્ણ શ્રદ્ધાથી બોલો, હર હર મહાદેવ.