સતત ચિંતા તથા વિચારો આવ્યા કરે છે? બસ 1વાર આ વાંચો, પાંચ મિનિટમાં મન હળવુ ફૂલ બની જશે.

Health

મિત્રો, જિંદગીમાં ઘણીવાર એવો સમય આવે છે જ્યારે માણસ અંદરથી તૂટી જાય છે, અંદરથી જાણે મરી જ જાય છે. એવું લાગે છે કે બધી પરેશાનિઓ મારા જીવનમાં કેમ છે? એવું લાગે છે જાણે મુસીબતોએ ચારે તરફથી ઘેરી લીધા હોય. જાણે કોઈ ચક્રવ્યુહમાં ફસાઈ ગયા હોય. દરેક વાતમાં ફેલ થઈ જઈએ છીએ. સંબંધોમાં,કરિયરમાં દરેક વસ્તુમાં હારી જઈએ છીએ. એવું લાગવા લાગે છે કે બધું જ ઉંધુ થઈ રહ્યું છે. અને મારી જ સાથે આવું કેમ થઈ રહ્યું છે? એવું લાગવા લાગે છે કે અહીં આપણું કોઈ જ નથી જે મારી પ્રોબ્લેમ ને સોલ્વ કરી શકે, મારા દુઃખ અને સમજી શકે. ઘણા લોકો અંદરથી એટલા બધા તુટી જતા હોય છે કે એમને એવું જ લાગવા લાગે છે કે આના કરતાં મરી જવું સારું. તેમને એવું જ લાગે છે કે જિંદગીમાં આટલા બધા દુઃખ છે તો આવી જિંદગીનો કોઈ ફાયદો જ નથી.

પરંતુ મિત્રો એક વાત અવશ્ય યાદ રાખજો દુઃખ ભલે ગમે તેટલું મોટું જ ન હોય, પરંતુ હિંમત દુ:ખથી હંમેશા મોટી હોય છે. જ્યારે પણ તમારા જીવનમાં કોઈ દુઃખ આવે તે કોઈ પરેશાની આવે તો પોતાની હિંમતને એટલી મોટી કરી દો કે તમારું દુઃખ એની સામે નાનું પડી જાય. કારણ કે મિત્રો દરેક વ્યક્તિને આ રસ્તેથી નીકળવું જ પડે છે. અને આ પરેશાનીઓ અને આ દુઃખ જ માણસને અંદરથી મજબૂત બનાવે છે. જિંદગીમાં કોઈ દરવાજો જ્યારે તમારા માટે બંધ થઈ જાય ને ત્યારે સમજી લેજો હવે કોઈ મોટો દરવાજો તમારા માટે ખુલવાનો છે. જીવનમાંથી જો કોઈ વ્યક્તિ તમને છોડીને જતું રહે તો તૂટી જવાની જરૂર નથી. એ તમારા જીવનનું ફક્ત એક ચેપ્ટર હતું બસ જરૂર છે તો ફક્ત એક પાનું બદલવાની. જેવું તમે એક પેજ બદલશો તમારા જીવનમાં એક નવું ચેપ્ટર શરૂ થઈ જશે.

ઘણીવાર આપણે સંબંધોથી હારી જઈએ છીએ, ઘણીવાર કરિયરથી હારી જઈએ છીએ, ઘણીવાર પોતાના લોકોથી હારી જઈએ છીએ અને મિત્રો ઘણી વાર જિંદગીથી જ હારી જઈએ છીએ. જ્યારે કોઈ સંબંધ તૂટે છે અને કોઈ દિલ તૂટે છે ત્યારે લોકો તેને સહન કરી શકતા નથી. અને જ્યારે કેટલોક સમય વીતી જાય છે પછી લોકો કહે છે કે સારું થયું કે મારી જિંદગીથી તે સંબંધ તૂટી ગયો એ સંબંધ સાથે રહે તો મારી જિંદગી ખરાબ થઈ જાત. ઘણીવાર આપણને લાગે છે કે આપણી સાથે જ આવું કેમ થઈ રહ્યું છે પરંતુ આગળ જઈને એ દુઃખ જ આપણા ઉજ્જવળ ભવિષ્યને લઈને આવે છે. તમે જેટલા પણ સફળ વ્યક્તિઓ ની કહાનીઓ સાંભળશો એમાં એ લોકો એ જ કહે છે કે જો અમે પોતાની જિંદગીમાં દુઃખોને ન જોયા હોત, પડકારોનો સામનો ન કર્યો હોત તો આજે અમે આ જગ્યા ઉપર ન હોત.

ઘણી વાર જિંદગીમાં હાર પણ સફળતા લઈને આવે છે. ઘણીવાર જીવનમાં દુઃખ પણ એક નવું સુખ લઈને આવે છે. ઘણીવાર જીવનમાં જ્યારે કોઈ સંબંધ તૂટી જાય છે ત્યારે જિંદગીમાં તેના કરતાં વધારે સારો અને ખૂબસૂરત સંબંધ લઈને આવે છે. તમારા જીવનમાં કોઈપણ સમસ્યા આવે તો ગભરાશો નહીં, કારણ કે અત્યાર સુધી તમારા જિંદગીમાં જેટલી પણ સમસ્યાઓ આવી હશે તમે એને પાર કરી દીધી ને, તમે એ સમસ્યાઓથી આગળ આવી જ ગયા છો ને. જેમ જેમ સમય નીકળે છે જિંદગી બદલાય જાય છે અને દરેક સમસ્યા એક નવો અવસર લઇને આવે છે. જરૂર તો છે બસ એને ઓળખવાની.

જિંદગીમાં કોઇ પણ સમસ્યા સામે બસ તમે હિંમત ન હારોશો. તમે તમારી હિંમતને એટલી મોટી કરી દો કે તમારું દરેક દુઃખ એની સામે ખૂબ જ નાનું પડી જાય. બાળપણમાં જયારે પડી જતા હતા અને વાગતું હતું ત્યારે મા કહેતી હતી કોઈ વાત નથી, કંઈ થયું નથી, જમીનને વાગ્યું, કીડી મરી ગઈ, તું બિલકુલ ઠીક છે બેટા. તો આજે આપણે જિંદગીમાં જ્યારે પડીએ છીએ ત્યારે પોતાની જાતને આપણે આ વાત કેમ નથી કરતા? કે બધું જ ઠીક છે ,કશું થયું નથી, નાનકડી વાત છે. એક વાસ્તવિકતા છે મિત્રો કે કોઈપણ સમસ્યા એટલી મોટી નથી હોતી પરંતુ આપણે તેને વિચારી વિચારીને ખૂબ જ મોટી બનાવી દઈએ છીએ અને પોતાને એક સમસ્યા સામે ખૂબ જ નાના અને લાચાર બનાવી દઈએ છીએ.

તમે પોતાની જાતને એટલી મોટી અને કાબિલ બનાવવો કે જીવનની સમસ્યાઓ આપમેળે નાની બની જશે. જીવનમાં જ્યારે પણ કોઈ પણ દુઃખ આવે ,કોઈ પણ સમસ્યા આવે તો પોતાની જાતને બસ એટલું કહેજો કે કઈ થયું નથી ,બધું ઠીક છે, નાનકડી વાત છે. મિત્રો તમને આ દુનિયામાં સૌથી વધારે હિંમત તમે પોતે જ આપી શકો છો. તમારી સાચી હિંમત તમે પોતે જ છો. તમે પોતાના મિત્ર બનો દુશ્મન નહીં. પોતાની જાતને હિંમત આપો ચિંતા નહીં. ચિંતા ના કરશો ચિંતા કરવાથી કંઈ જ થશે નહીં. બસ તમે તમારી હિંમત બુલંદ રાખો પછી જો જો આ જેટલી પણ સમસ્યાઓ છે તે કેવી રીતે તમારી જિંદગીથી ગાયબ થઈ જાય છે. બસ તમે પોતાની જાત ઉપર વિશ્વાસ રાખો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *