દરેક સ્ત્રીને હોય છે 4 પતિ, જાણો કેવી રીતે?

Astrology

મિત્રો, જેમ કે આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુ ધર્મમાં લગ્નને સાત જન્મોનું બંધન માનવામાં આવે છે. સનાતન ધર્મમાં એક પુરુષ અને એક પુત્રીની વાત કરવામાં આવી છે એટલે કે પુરુષના જીવનમાં એક જ મહિલા અને મહિલાના જીવનમાં એક જ પુરુષ હોવો જોઈએ. પરંતુ વૈદિક પરંપરા અનુસાર દરેક સ્ત્રીને ચાર પતિ હોય છે. અને જે પતિ સાથે તે પોતાનું સંપૂર્ણ જીવન વ્યતીત કરે છે તે તેનો ચોથો પતિ હોય છે.

હિન્દુ ધર્મમાં વ્યક્તિના જન્મથી લઈને મૃત્યુ સુધી ૧૬ કર્મ કહેવામાં આવ્યા છે. જેની સોળ સંસ્કાર તરીકે પણ જાણવામાં આવે છે. વિવાહ સંસ્કારની વાત કરીએ તો કહેવામાં આવે છે કે જીવનમાં વિવાહ ફક્ત એક જ વાર થાય છે અને ફક્ત એક જ માણસ સાથે કરવામાં આવે છે. હિંદુ વિવાહમાં 7 અંક નો પણ ખુબ જ મહત્વ છે. સાત જન્મ થી લઇ સાત ફેરા સાથે લગ્નના સાત વચન પણ કહેવામાં આવે છે. તેમાંથી ત્રીજું વચન મહત્વનું છે. જેમાં કન્યા તેના થવાવાળા પતિને કહે છે કે જો તમે જીવનની ત્રણ અવસ્થા એટલે કે યુવાવસ્થા ,પ્રૌઢાવસ્થા અને વૃદ્ધાવસ્થામાં મારું ધ્યાન રાખશો તો હું તમારી જીવનસાથી બનવા તૈયાર છું.

વૈદિક પરંપરામાં એક નિયમ છે જેના અનુસાર સ્ત્રી પોતાની ઇચ્છાથી પોતાના જીવનમાં ચાર લોકોને પોતાના પતિ બનાવી શકે છે. તમે પણ ઘણી પૌરાણિક કથાઓમાં જોયું હશે કે એક મહિલાએ ઘણા પુરુષો સાથે લગ્ન કર્યા હશે. વિવાહ સમયે થતા રીતિરિવાજો માં સૌથી પહેલા કન્યાનો અધિકાર ચંદ્રને સોંપવામાં આવે છે. ત્યારબાદ વિશ્વાવસુ નામના ગંધર્વ અને ત્યારબાદ અગ્નિદેવ સાથે કન્યાના વિવાહ સંપન્ન કરવામાં આવે છે. પછી અંતમાં તેના લગ્ન તેના પતિ સાથે કરવામાં આવે છે. તમારા મનમાં પ્રશ્ન થશે કે આની જાણકારી આપણી પાસે કેમ નથી?

લગ્ન વખતે પંડિતજી જે મંત્રનો ઉચ્ચારણ કરે છે તે સંસ્કૃતમાં હોય છે. અને આપણામાંથી મોટાભાગના લોકોને સંસ્કૃત બરાબર સમજમાં આવતી નથી. ઘણી વાર લગ્ન બધા જ રીતિરિવાજો સાથે ન થતા હોવાથી પણ આપણને આ જાણકારી હોતી નથી. વૈદિક પરંપરા અનુસાર એક સ્ત્રીને ચાર પતિ રાખવાનો અધિકાર મળેલો છે પરંતુ આ નિયમના કારણે સમાજમાં અવ્યવસ્થા ઉભી થઇ શકે છે જેના કારણે ઋષિ શ્વેતકેતુએ આ પરંપરામાં બદલાવ કર્યો.વૈદિક પરંપરાને જીવંત રાખવા માટે મહિલાના વિવાહ ત્રણ દેવતાઓ સાથે કરવામાં આવે છે જેથી સ્ત્રીનો ચાર પતિની પત્ની હોવાનો અધિકાર પણ સુરક્ષિત રહે છે અને સમાજમાં વ્યવસ્થા પણ બની રહે. આ કારણે એક સ્ત્રીને ચાર પતિ હોય છે. જય શ્રી કૃષ્ણ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *