દિવસમાં આ સમયે આટલી વાર હનુમાન ચાલીસાની આ ચોપાઈનો પાઠ કરવો, દરેક મુશ્કેલી દૂર થશે.

Uncategorized

હનુમાન ચાલીસાના ઘણા ફાયદા છે પણ જો અનુક વિશેષ સમસ્યાના સમયે જો હનુમાન ચાલીસાની ચોપાઈનો પાઠ કરવામાં આવે તો જરૂરથી લાભ થાય છે. હનુમાન ચાલીસા એક એવી સ્તુતિ છે કે કોઈ એવું વ્યક્તિ નથી કે એ ના જાણતું હોય. પ્રભુની સ્તુતિનું જે ઘરમાં પઠન થતું હોય છે તે ઘરમાં હંમેશા શુખ શાંતિ રહે છે. હનુમાન ચાલીસાનું પઠન કરવું ખુબ જ ફળદાયી મનાય છે. તો ચાલો જાણીયે હનુમાન ચાલીસાનો પાઠ કેવી રીતે અને ક્યારે ક્યારે કરવો જોઈએ.

જે બાળકોનું મન અભ્યાસ અથવા ભણવામાં ન લાગતું હોય. તેમજ જે બાળક વધુ પડતાં ચંચળ હોય તે બાળકો પાસે આ ચોપાઈ બોલાવડાવવી જોઈએ. બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ, હરહુ કલેશ વિકાર ।। જ્યારે પણ બાળક ભણવા બેસે તેની પહેલાં તે બાળકની જોડે 11 વાર આ ચોપાઈનો જાપ કરાવવો જોઈએ. આમ આ કામ ૨૭ દિવસ સુધી કરવું, જરૂરથી લાભ થશે.

ભૂત પિશાચ નિકટ નહીં આવે, મહાવીર જબ નામ સુનાવે । જે વ્યક્તિને મનમાં સતત ભય રહેતો હોય તે વ્યક્તિએ આ પંક્તિનો ૨૭ વાર પાઠ કરવો. આમ કરવાથી મનમાં રહેલ ભય દૂર થાય છે. આ ચોપાઇના નિરંતર જાપ કરવાથી વ્યક્તિ નિર્ભય બની જાય છે. ભીમ રૂપ ધરિ અસુર સંહારે, રામચંદ્ર કે કાજ સવારે । આ ચોપાઈનો જાપ ૧૩ વાર જાપ કરવાથી બધા જ કાર્યમાં સિદ્ધ થાય છે. માટેજ જો કોઈ જરૂરી કામ માટે જાહી રહ્યા હોવ તો આ ચોપાઈ બોલીને જ નીકળવું.

નાસૈ રોગ હરે સબ પીરા, જપત નિરંતર હનુમત બીરા । જે ઘરમાં કોઈ વ્યક્તિ ખુબ લાંબા સમયથી બીમાર હોય તે ઘરના વ્યક્તિએ આ ચોપાઈનો જાપ કરવો. આ ચોપાઈનો જાપ ઓછામાં ઓછો ૭ વાર કરવો. આમ કરવાથી લાંબા સમયની માંદગી દૂર થાય છે. સંકટ કટે મિટે સબ પીરા, જો સુમિરે હનુમત બલબીરા, જ્યારે વ્યક્તિના જીવન મરણને લઈને કોઈ સંકટ આવે તે સમયે સતત આ પંક્તિનો પાઠ મનમાં જાપ કરવો. આમ કરવાથી મોટામાં મોટા સંકટ દૂર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *